Skip to main content

Posts

Showing posts with the label Love Story

Gujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?

‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર્ષો ખરી પડ્યાં. એક જ જવાબ દે, મારો એક જ સવાલ છે આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે? સાંજના સાડા સાત થવા આવ્યા હતા. શહેરથી દૂર આવેલા એક જમાના જૂના બગીચાના ઝાંપા આગળ એક સિત્તેર વર્ષની વૃદ્ધા આવીને ઊભી રહી. રિક્ષાવાળો ગયો, એ પછી એ બગીચામાં દાખલ થઇ. ‘પચાસ વરસ પૂરાં થઇ ગયાં!’ એ બબડતી હતી : ‘આજના દિવસે આ જ સમયે એણે મને મળવાનો વાયદો કર્યો હતો.’  આવું સ્વગત બોલતી એ વૃદ્ધા સીધી બગીચાના છેવાડે આવેલા ‘લવ લીમડા’ આગળ જઇ પહોંચી. ‘લવ લીમડો’ આમ તો બીજા લીમડાઓ જેવો એક સીધો-સાદો લીમડો જ હતો, પણ દાયકાઓથી આ ઝાડ એના થડને અઢેલીને બેઠેલાં સેંકડો-હજારો પ્રેમીપંખીડાંની પ્રણયકેલીનું સાક્ષી રહ્યું હતું. અત્યારે પણ એને ફરતે વીંટાયેલા ગોળ ઓટલા ઉપર બે-ત્રણ કબૂતર-જોડી ‘ગટર-ગૂં’ કરતી બેઠેલી હતી. ડોશીને આવેલી ભાળીને બાપડા કબૂતરો ઊભાં થઇ ગયાં! ચલ ઊડ જા રે પંછી, કે અબ યે પેડ હુઆ બેગાના..! અને એમણે જે કર્યું એ સારું જ કર્યું, કારણ કે પેલી વૃદ્ધાએ તો ઓટલ...

Gujarati Navalkatha - મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે!

વિરહની વ્યથા વગર મિલનની મઝા અધૂરી લાગે પણ બંને બાજુ સરખું હોય તો શું કરવાનું? છાતી ચીરીને કહી ન શકાય તેવી સમસ્યા સાથે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાનો હોય-આ પાર અથવા પેલે પાર… વિશ્વા ઘડિયાળના લોલક માફક આમ તેમ ફંગોળાતી હતી. સવારનો સૂરજ ઊગશે તે ઉજાસભર્યો હશે કે નર્યો અંધકાર… કહી શકાય તેમ નથી. જિંદગીની મંજિલ પર ઘણા ધાર્યા અને અણધાર્યા વળાંકો આવતા હોય છે. કોઇ વળાંક એવો હોય કે ન અટકી શકાય, ન આગળ વધી શકાય અને ન પાછા વળી શકાય! શું કરવાનું? પણ જિંદગીના દરેક વળાંકને પોતીકો મિજાજ હોય છે. તે ફરી ક્યારેય પાછો આવવાનો હોતો નથી. તેથી જે આવે તે, જે બને તેને જીરવી જવાનું અને આનંદપૂર્વક જીવી જવાનું. દુ:ખની પરાકાષ્ઠા પછી સુખની કૂંપળ ફૂટતી હોય છે પણ ત્યાં સુધી ધૈર્ય અને ધીરજ રાખવી પડે. છેલ્લા પંદર દિવસમાં વિશ્વાના જીવનમાં એક વંટોળ આવ્યો છે. શાંત અને સ્થિર પ્રવાહમાં પથ્થર ફેંકાયો છે. ખળભળાટ મચી ગયો છે. નેશનલ ટેલેન્ટ ટેસ્ટ માટે વિશ્વા દિલ્હી આવી હતી. ત્યાં ગુજરાતી સમાજની ડોરમેટ્રીમાં સૂરજ સાથે પરિચય થાય છે. જાણે-અજાણ્યે પણ બંને વચ્ચે લાગણીનો એક તંતુ જોડાઇ જાય છે. જીવનમાં ક્યારેક એવું બને...

Gujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત એક ફૂલના જેવું મગર…

સાંજે સાડા છ વાગ્યે આસમાન ઘરે આવ્યો, ત્યારે આરઝૂ સોફા ઉપર પહોળી થઇને બેઠી હતી અને છાપું વાંચી રહી હતી. એ છાપું પડતું મૂકે છે કે નહીં એ જોવા માટે આસમાને થોડીવાર સુધી આડા-અવળાં કામ કર્યે રાખ્યાં. પગમાંથી બૂટ કાઢીને જોરથી પછાડતો હોય તેમ જમીન ઉપર મૂક્યા. હાથમાંની બ્રીફકેસનો ઘા કર્યો. તરસ લાગી છે તેવું બતાવવા માટે રસોડામાં જઇને ફ્રીઝનું બારણું પછાડી જોયું, પણ પત્ની એની અવિચળ, અટલ, સ્થિતપ્રજ્ઞ જ રહી. જાણે બારમા ધોરણનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હોય એમ એ અખબારના વાંચનમાં મગ્ન હતી. છેવટે ન જ રહેવાયું ત્યારે આસમાને બરાડો પાડ્યો, ‘શું હું પૂછી શકું કે આ છાપું આજે સવારે આવ્યું છે કે અત્યારે સાંજે?’ આરઝૂએ નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, ‘છાપું સવારે જ આવે છે, પણ મને તો જ્યારે સમય મળે ત્યારે વાંચું ને?’‘સમય? તો બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી શું કરતી હતી? દેશનો વહીવટ?’‘એ સોંપી દેશો તો એ પણ ચલાવી આપીશ, પણ ફિલહાલ તો હું ઘર જ ચલાવી રહી છું અને તમને બરાબર ખબર છે કે રોજ બપોરે હું ટી.વી. ચેનલ ઉપર આવતો કુકિંગ શો જોતી હોઉં છું. આજે બપોરે શું હતું, કહું? વરસાદી મૌસમમાં ...