Skip to main content

Posts

Showing posts with the label Nirzari Mehta

Gujarati Navalika (નવલિકા) - કેમ કરી કહું…

['જનકલ્યાણ' સામાયિકમાંથી સાભાર.] ‘કેમ બેઠી થઈ ગઈ આભા ? સૂઈ જા !’ ‘આ ઝીણી ઘંટડી વાગે છે ને કંઈક ધીમું ધીમું ગવાય છે. સહેજ ઊંઘ ઊડી તે સંભળાયું.’ ‘અરે, એ તો મમ્મી એના માતાજીને ભોગ ધરાવતી હશે.’ ‘આટલા વહેલાં… હજી તો, માંડ સાડા છ થયા હશે.’ ‘ઓ, મેડમ આભા… હનિમૂનનું ઘેન ઉડાડો ! કાલ સવારથી તારેય સાડા છએ આ બંદાને બ્રેકફાસ્ટનો ભોગ ધરાવવો પડશે !’ ‘ભોગ ધરાવશે આ આત્મા… તેય તને ! સપનાં જોતો રે…’ ‘કાલ સવાર તો થવા દે… તું નહીં આપે તો બીજું કોઈ નહીં આપે એમ !’ ‘ચલ છોડ હવે તારી ચાગલાઈ ! હું તો ચાલી મમ્મીનું પદ સાંભળવા.’ પાનીનું રબરબેન્ડ સરખું કરતાં આભા પલંગમાંથી ઉતરી પગમાં સ્લીપર ચઢાવી રૂમના બારણા તરફ વળી. સુદીપ પણ ઊભો થયો. પ્રીતિબહેન તેમના ઘરના નાનકડા મંદિરમાં ધીમી ઘંટડી વગાડતાં ગાઈ રહ્યાં હતાં… ‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું તમને… જગને જમાડે તેને મા હું શું જમાડું, કોળિયો ભરાવે મને મા એને હું શું જમાડું…’ આભા અને સુદીપ પૂજાઘરની બહાર ઊભાં રહી ગયાં. પ્રીતિબહેને પગરવ કળ્યો. તેમણે પાછળ વળી જોયું, ‘આવોને બેઉ અંદર, બહાર કેમ અટકી ગયાં ?’ ‘મમ્મી, આ તો તમારો મીઠો અવાજ સંભ...